વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વિઠ્ઠલપર ગામના પાટિયા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના પાટિયા નજીકથી બાઇક પર પસાર થતા આરોપી મહેશ કેસાભાઇ મેર (રહે.હીરાણા, તા.થાન)ને રોકી તલાશી લેતા તેની પાસેથી મૂનવોક ઓરેન્જ વોડકાની 10 બોટલ અને કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ બિયરના 10 ટીન મળી આવતા પોલીસે બાઈક ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC