કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી….

ગુજરાત સરકાર દ્વારા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ થઈ નેશનલ હાઇવેને જોડતા રોડના નવીનીકરણનું કામ મંજૂર કરેલ હોય, જે કામ કોન્ટ્રાકટર દ્વારા થોડા સમય અગાઉ શરૂ કરી મેટલ તથા પુલીયાઓના કામ પુરા કર્યા બાદ અચાનક જ કામ બંધ કરી દેવામાં આવતા અહીંથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે…

જેમાં આ રોડ રાજાવડલા ગામ અને માર્કેટીંગ યાર્ડને નેશનલ હાઇવે સાથે જોડતો મુખ્ય માર્ગ હોય અને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઈન્ડસ્ટ્રીઝ આવેલ હોય જેથી અધુરા રસ્તાના કામના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બાબતે અગાઉ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં છ મહિના કરતાં વધુ સમયથી બંધ કામ શરૂ થયેલ ન હોવાથી કંટાળી આખરે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી બાબતે નાગરિકોની મુશ્કેલીઓને સમજી બાબતે તાત્કાલિક બંધ થયેલ કામ પુનઃ શરૂ કરવા માંગણી કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!