વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતા એક જ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થયો હતો જેમાં વાત મારામારી સુધી પહોંચી જતા બાબતે દેરાણી અને જેઠાણીએ સામસામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
આ બનાવમાં વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતા પાયલબેન વિજયભાઈ ડાભી (ઉ.વ. ૨૪)એ તેના સાસુ મધુબેન ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, વિજુબેન વિપુલભાઈ ડાભી, પ્રકાશભાઈ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી અને વિપુલ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ અગાઉ ફરિયાદીના માવતર વાળાને તેમના ઘરે આવવાની ના પાડી હોય જેમાં ગઈકાલે ફરિયાદીના માવતર તેના ઘરે આવતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદી અને સાહેદોને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકા પાટુનો માર મારી તથા લાકડી, કુહાડી, ઇંટ તથા સ્ટીલના તપેલા વડે માર મારીને ઇજાઓ પહોંચાડી હતી જેથી બાબતે મહિલાએ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી વિજુબેન વિપુલભાઈ ડાભી (ઉ.વ. ૨૪)એ આરોપી રઘુભાઈ વેલજીભાઈ વાઘેલા, વિપુલભાઈ રઘુભાઈ વાઘેલા, ભરતભાઈ વાલજીભાઈ ગાંગડીયા, મુકેશભાઈ શામજીભાઈ સારદિયા અને પાયલબેન વિજયભાઈ ડાભી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પતિ સાથે આરોપીઓને જૂનું મન દુઃખ હોય જેનું સમાધાન માટે ફરિયાદી તથા સાહેદો કહેવા માટે જતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી અને પાઇપ વડે માર્યો હતો, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC