ઓનલાઇન એશ્યોર મોરબી એપમાં પરપ્રાંતિય મજુરોના રજીસ્ટ્રેશન ફરજીયાત….

મોરબી જિલ્લામાં ચાલતા વિવિધ ઔદ્યોગિક એકમોમાં મોટા પ્રમાણમાં પર રાજ્યના લોકો કામ કરતા હોય, જેથી મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી એશ્યોર મોરબી એપમાં આ તમામ પરપ્રાંતિયા લોકોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા માટે સૂચના આપેલ હોવા છતાં ઘણા લેબર કોન્ટ્રાક્ટરો પરપ્રાંતીય મજૂરોના રજીસ્ટ્રેશન ન કરાવતા પોલીસે આવા લોકો સામે ધોંસ બોલાવી તેમની વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી રહી છે ત્યારે વાંકાનેર વિસ્તારમાં આવા છ કોન્ટ્રાકટરો સામે પગલાં લેવાયા છે….

જેમાં વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા ૧). સરતાનપર-માટેલ રોડ પર આવેલ પવનપુત્ર મિનરલ્સ કારખાનાના સંચાલક હસમુખભાઈ મનસુખભાઇ દેત્રોજા, ૨). રાજાવડલા રોડ પર આવેલ નિયોન રિફ્રેક્ટરીઝના લેબર કોન્ટ્રાકટર ધનજીભાઈ ભીખાભાઈ ઉધરેજા, ૩). વાંકાનેર શહેર નજીક ગાયત્રી મંદિર પાસે આવેલ કિશન બેકરીના લેબર કોન્ટ્રાકટર કમલેશભાઈ મનજીભાઈ ધરોડીયા, ૪). પંચાસર રોડ પર આવેલ સેલેક્સો સિરામીકના લેબર કોન્ટ્રાકટર વિશાલભાઈ વિનોદભાઈ શાહ,

૫). નવાપરા-પંચાસર રોડ પર આવેલ રોનક સિમેન્ટ પ્રોડક્ટના લેબર કોન્ટ્રાકટર ગુલાબ અબ્દુલ શેરસીયા, અને ૬). રાજાવડલા રોડ પર આવેલ નુર કોટેક્ષના લેબર કોન્ટ્રાકટર મોનીભાઈ મધુમંગલભાઈ રાય સામે પોલીસે પરપ્રાંતિય લોકોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા બદલ કાર્યવાહી કરી, તમામને એસ્યોર મોરબી એપમાં પરપ્રાંતિય મજૂરોની નોંધ કરવવા સુચના આપી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!