વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે નવી બનતી હોટલના પાસ ધાબા પર કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર પડી જતા યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેના સીએનજી પંપ પાસે સવાઈભાઈ પુમ્ભારામ (ઉ.વ.૨૨) નામનો યુવાન નવી બનતી હોટલના ધાબા પર મજુરી કરતો હોય ત્યારે ધાબા પરથી નીચે પડી જતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…