વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે ચોક્કસ ખાનગી બાતમીના આધારે જવાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપી લીધા હતા જ્યારે આ રેડ દરમિયાન અન્ય છ આરોપીઓ ફરાર થઈ ગયા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા દરોડા પાડી ગામની સીમમાં જુગાર રમતા જગદીશ બચુભાઈ કલોલા અને સવજી તેજાભાઈ વિંજવાડિયાને ઝડપી લીધા હતા જ્યારે આ બનાવમાં અન્ય છ આરોપીઓ અનીલ રણછોડ રાતોજા, પરબત લક્ષ્મણ વિંજવાડિયા, મનસુખ કુકાભાઈ ચારલા, જીતો લાખાભાઈ વીરસોડીયા, લાલજી વેલજીભાઈ બાવરવા અને અજય વાઘજીભાઈ વીંઝવાડિયા ફરાર થઈ ગયા હતા…
પોલીસ દ્વારા આ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 22,700 જપ્ત કરી છ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગારધામની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN