વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામના ખેડૂત શ્રી અમીભાઈ આહમદભાઈ કડીવારએ ખેતીની નવીનતમ પદ્ધતિ અપનાવી હળદરનું વાવેતર કરી મોટા પાયે ઉત્પાદન લેવા બદલ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગત તા. 05/08/21 ના રોજ ‘ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર ‘ આપી સન્માન કરવામાં આવ્યું હતું…

સમગ્ર મોરબી જિલ્લામાં આ પુરસ્કારથી સન્માનિત એકમાત્ર ખેડૂત એવા અમીભાઈ આહમદભાઈ કડીવાર અને તેમના પુત્ર મોહંમદઅફઝલ અમીભાઈ કડીવારનું ડો. એ. કે. પીરઝાદા માર્કેટિંગ યાર્ડ (એપીએમસી)-વાંકાનેર દ્વારા ગઇકાલના રોજ યાર્ડ ખાતે સન્માનપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું…

આ તકે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલએહમદ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણી, ડિરેક્ટર અલીભાઈ બાદી, વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોહેલ સહિતના હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!