વાંકાનેર તાલુકાના આણંદપર ગામેથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે તાલુકાના આણંદપર ગામ જુગારની રેડ કરી જુગાર રમતા દશરથભાઈ પ્રભુભાઈ કેરવાડીયા, વિનુભાઇ ધરમશીભાઈ કુકાવવા, નિલેશભાઈ હિરાભાઈ કેરવાડીયા અને વિશાલભાઈ પ્રભુભાઈ સેતાણીયાને રોકડ રકમ રૂ. 21,500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઇ આર.એ. જાડેજા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા, કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, અકિલભાઈ બાંભણીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN