વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનામાં કામ કરતી વખતે છત પરથી નીચે પડી જતાં શ્રમિક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સીસકોન સીરામીક કારખાનામાં કામ કરતા મહેશભાઇ આહાભાઇ સાલાણી(ઉ.વ 18) નામનો યુવાન ગત તા.6 ના રોજ કારખાનામાં છત ઉપર ડામરકામ કરતો હોય જે દરમ્યાન અકસ્માતે છત પરથી પડી જતા યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN