વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામ ખાતે આવેલ શંકરના મંદિર પાસે રાત્રિના લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે કોઈ શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ભાવેશભાઈ વરશીગભાઈ સરાડીયા, સંજય દેવકરણભાઈ ચારલા,

ડાયાલાલ ઉર્ફે શૈલેષભાઈ દેવકરણભાઈ ચારલા અને પ્રવીણભાઈ ઉર્ફ પવો મંગાભાઈ વિજવાડિયાને રોકડ રકમ રૂ. 3480 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!