વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા દસ શખ્સોને વાંકાનેર શહેર પોલીસ દ્વારા રોકડ રકમ રૂ 31,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિશાલ વિનુભાઈ દલસાણીયા, દિનેશ કરશનભાઈ માણસૂરીયા, મુકેશ રૂપાભાઇ દેકાવડીયા, વિશાલ ધીરૂભાઈ શંખેસ્વરીયા,
ભરત અરવિંદભાઈ વીંઝવાડિયા, હર્ષદ ધીરૂભાઈ છેટાણીયા, સંજય ભરતભાઈ દેગામાં, મહેશ કરશન માણસૂરીયા, અજય પ્રેમજી બાવરીયા અને રામજી શામજીભાઈ દેકાવડીયા (રહે. બધા વાંકાનેર)ને રોકડ રકમ રૂ 31,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN