મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાંથી ચોક્કસ ખાનગી બાતમીને આધારે દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જે બનાવમાં પોલીસે આરોપી સામે વાંકાનેર પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા તરફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે તે અંગે મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખી અસમાજીક પ્રવૃતિ કરતા ઇસમો શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર જે. એમ. આલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ કિશોરભાઇ મકવાણા,

પો. હેડ કોન્સ. રસિકભાઈ કડીવારને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વધાસિયા ગામની સીમમાંથી આરોપી જીલુભાઈ નાનુભાઇ ચૌહાણ (ઉ.વ. 45, રહે. ઘનુભા ઝાલાની વાડીમાં, વઘાસીયા સીમ તા.વાંકાનેર, મૂળ- માથક તા.હળવદ)ને એક દેશી બનાવટની જામગરી બંદુક સાથે મળી આવતા આરોપી સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી…

મોરબી એસસોજી ટીમની આ કામગીરીમાં એ.એસ.આઇ કિશોરભાઇ મકવાણા, એચ.સી.રસીકભાઈ કડીવાર, પો.કોન્સ. યોગેશદાન ગઢવી, તથા સતીષભાઈ ગરચર તથા ડ્રા.પો.કોન્સ, સંદીપભાઇ માવલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!