વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પુર્વે જ રસ્તામાં પરિણીતાનું મોત થયું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે રહેતા વાસુદેવસિંહ ઝાલાના પત્ની પ્રિયાબા વાસુદેવસિંહ ઝાલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસિડ પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમને પ્રાથમિક સારવાર વાંકાનેર હોસ્પિટલ ખાતે આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પુર્વે જ રસ્તામાં પરિણીતાનું મોત થયું હતું….

વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે એસિડ પીને આપઘાત કરનારા મહિલાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોય અને તેને સંતાનમાં એક બાળક હતું. બનાવ અનુસંધાને વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરીને મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!