વાંકાનેર તાલુકાના લુણસર ગામના ધોળાકુવા વિસ્તાર પાસે એક યુવાને પુલીયા ઉપરથી માટી ભરેલા ટ્રક ચલાવવાની ના કહેતા સાત શખ્સો દ્વારા યુવાન અને અન્ય ત્રણ શખ્સોને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી આ બનાવની યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે ધોળાકુવા વિસ્તારની અંદર રહેતા ભરતભાઈ કાનાભાઈ મુંધવા (ઉ.વ. 23)એ આ કામનાં આરોપી મગાભાઈ હનાભાઇ સાટીયાને તેઓના માટી ભરેલા ટ્રક પુલીયા ઉપરથી ન ચાલાવવા માટે કહેતા જે બાબતનું આરોપીને સારૂ ન લાગતાં મગાભાઈ હનાભાઇ સાટીયા, જેસાભાઈ મગાભાઈ સાટીયા અને હીટાચી મશીનના ડ્રાઈવર દ્વારા ફરિયાદી ભરતભાઇ અને સાહેદ કાનાભાઇને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
આ બનાવ બાદ બોલેરો કારમાં આવેલા અન્ય આરોપી દામાભાઇ મગાભાઈ સાટીયા, મફાભાઈ ગેલાભાઈ ભરવાડ, હરિભાઈ દેવાભાઈ ભરવાડ અને જગાભાઈ ભુરાભાઇ ભરવાડે ફરિયાદી અને કાનાભાઈને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો તેમજ અન્ય સાહેદ મોહનભાઇ અને ભવાનભાઇને પણ માર માર્યો હતો.
બનાવ બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જે બાદ આ બનાવની ભરતભાઈએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત શખ્સોની સામે ગુનો નોંધી તમામ આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ શરૂ કરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly