વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ માટેલીયા ધરા તળાવ પર આવેલ પુલ જર્જરીત થતાં મોરબી જીલ્લા પંચાયત દ્વારા આ પુલનું સમારકામ મંજુર કરવામાં આવેલ જે કામ હાલ પ્રગતિમાં હોય જેથી આ કામની સમીક્ષા વાંકાનેર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અજયભાઈ વિંજવાડીયા દ્વારા કરવામાં આવી હતી…
વાંકાનેર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુમિકાબેન વિંજવાડીયા પતિ અને વાંકાનેર તાલુકા ભાજપના યુવા આગેવાન એવા અજયભાઈ વિંજવાડીયા દ્વારા પોતાના વિસ્તારમાં ચાલતા માટેલીયા ધરા પુલના સમારકામની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આ પુલના નવનિર્માણના કામમાં કોઈ કચાશ ન રહે તે વાતનું ધ્યાન રાખી કામ ઝડપથી પુર્ણ કરવા સહિતની કોન્ટ્રાકટરને જરૂરી સુચનાઓ આપી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly