વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ કે સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે તાજેતરમાં જ વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખાસ ત્રણ દિવસનો વેકેશન વર્કશોપ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને વિવિધ સર્વાંગી વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ખાતે તા. 4 થી 6 દરમિયાન વેકેશનમાં વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ માટે વેકેશન વર્કશોપનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓને થ્રીડી મોડેલ્સ, કાગળનું કટીંગ અને આપત્તિ વ્યવસ્થાપન માટેની તાલીમ આપવામાં આવી હતી. લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર દીપેનભાઈ ભટ્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ટ્રેનર દ્વારા વિદ્યાર્થીનીઓને કુદરતી આપત્તિઓ અને હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં કઈ રીતે તાત્કાલિક સારવાર આપવી તે વિશેની માહિતી આપવામાં આવી હતી…
આ સાથે જ વિદ્યાર્થીનીઓ દ્વારા આ વર્કશોપમાં એફોર સાઈઝના કાગળમાંથી ઘણા બધા ગાણિતીક નમુના, સ્કેલેટન વગેરે બનાવી એક નાનકડા કાગળમાંથી કલાકો નીકળી જાય તેટલું કાર્ય વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાય તેવું પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવ્યું હતું…
આ વેકેશન વર્કશોપમાં પ્રાયોગિક શિક્ષણથી વિદ્યાર્થીઓને ખૂબ આનંદ ઉઠાવ્યો હતો. જેમાં શાળાના આચાર્ય દર્શનાબેન, જીતેન્દ્રકુમાર જાની, લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર તેમજ આપતિ વ્યવસ્થાપન ટ્રેનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU