સમગ્ર દેશમાં સમાજ સુધારણા માટે કાર્યરત દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા તેના શોબા એ તાલીમ (એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ) હેઠળ વાંકાનેર તાલુકાના વિદ્યાર્થીઓના સામાજિક વિકાસ, જાગૃતતા અને તાલીમ માટે સાત દિવસના સ્ટુડન્ટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને નમાજ, વુઝૂ, ગુસ્લ, ઇસ્લામના પાયાના સિદ્ધાંતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા…

આ સાથે જ આ કોર્સમાં માર્ગદર્શક તરીકે શોબા એ તાલીમ વાંકાનેરના નીગરાન અલ્તાફ અત્તારી દ્વારા વિદ્યાર્થીઓને સાત દિવસ દરમિયાન સામાજિક જીવનમાં ગુનાહોભરી જિંદગીથી દૂર રહી ઇસ્લામના આખરી પયગંબર હઝરત મુહમ્મદ સાહેબે બતાવેલા માર્ગ મુજબ સરળ, સાદુ , સંસ્કારી જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો…

આજે કોર્સના છેલ્લા દિવસે મોડર્ન હાઈસ્કુલના સંચાલક અને શિક્ષક ઇરફાન સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ઇલ્મ (જ્ઞાન) શીખવાની તાકીદ કરવામાં આવી હતી. તેમજ તમામ વિદ્યાર્થીઓને નમાજ કે અહકામ કિતાબ પણ ઈનામ સ્વરૂપે આપવામાં આવી હતી..‌.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!