ગુજરાતમાં થોડ સમય અગાઉ અબજો રૂપિયાના ડ્રગ પકડાયાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ફરી ગઈકાલે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ઝીંઝુડા ગામ નજીકથી ગુજરાત એટીએસ દ્વારા ગુપ્ત ઓપરેશન પાર પાડી રૂ. 500 કરોડનું ડ્રગ ઝડપી લીધું હોવાનું સામે આવ્યું છે…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસને વધુ એક સફળતા મળી છે. જેમાં એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં મોડીરાત્રે દરોડો પાડીને બે શખ્સને રૂ. 500 કરોડની કિંમતના 120 કીલો ડ્રગ સાથે ઝડપી લીધા છે. આ સાથે જ આ બનાવમાં વધુ બે શખ્સોની પણ અટકાયત કરાઈ હોવાનું ખાનગી સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે…
બાબતે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસ અને મોરબી એસ.ઓ.જી. ટીમને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા ગત મોડી રાત્રીના એક વાગ્યની આસપાસ મોરબીના માળીયા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે દરોડો પાડી 120 કિલોગ્રામ જેટલા ડ્રગ્સ સાથે ચાર ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી હોય તેમજ આ ડ્રગની કિંમત પણ રૂ. 500 કરોડ કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બનાવમાં મૌન સેવી રહેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા બાબતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ટુંક સમયમાં તમામ માહિતી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe