આધેડે દાખવેલી બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો : તુટેલા ડિવાઈડર માંથી બાઈક કાઢવાં જતા પડી ગયેલ આધેડનું માથામાં હેમરેજ જેવી ઈજાથી મોત…
વાંકાનેર શહેર નજીક હાઇવે પર ચંદ્રપુર ગામના બોર્ડ પાસે ગઈકાલે એક આધેડ તૂટેલા ડિવાઈડરમાંથી બાઈક પસાર કરી રસ્તો ક્રોસ કરવા જતી વેળાએ બાઈક પરથી કાબુ ગુમાવતા બાઇક રોડ પર પડી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા આધેડનુ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા હસનભાઈ રસુલભાઈ ખલીફા (ઉ.વ. 50) નામના આધેડ ગઈકાલે સવારે નવ વાગ્યાની આસપાસ તેમના પુત્રને દુકાનો મૂકી પરત ઘરે ફરતા હોય ત્યારે ચંદ્રપુર ગામના બોર્ડ પાસે હાઇવે ઉપર તૂટેલા ડિવાઈડરમાંથી બાઈક પસાર કરી રસ્તો ઓળંગવા જતા બાઈક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં પડી જવાથી આધેડને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું હતું. જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe