ટંકારાના રામદેવપીર મંદિર ખાતે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપતભાઈ ગોધાણીના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક મળી હતી જેમાં નિરીક્ષક કરણસિંહ જાડેજા, જીલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ, કે ડી પડસુમ્બીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…

ટંકારા કોંગ્રેસ કારોબારી બેઠકમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા જેમાં ૧). વર્ષ ૨૦૧૭ માં અતિવૃષ્ટિથી ચેકડેમ, તળાવો નદી પરના પુલિયા તૂટી ગયા હોય જે ચાર વર્ષોથી રીપેર થયા નથી જેને તાત્કાલિક રીપેર કરવા, ૨). ટંકારા તાલુકો ૨૦ વર્ષથી અસ્તિત્વમાં છે પણ હજુ સુવિધાઓથી વંચિત છે ત્યારે તાલુકાને પાણી પુરવઠા ઓફીસ, ફાયર બ્રિગેડ સુવિધા, મામલતદાર ઓફીસ આપવામાં આવે તેમજ ડોક્ટર અને પંચાયતમાં સ્ટાફની નિમણુક કરવામાં આવે,

૩) ટંકારામાં બાગ બગીચા, રમત ગમત મેદાન, પુસ્તકાલય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવે., ૪). મોરબી-રાજકોટ રોડનું અને ઓવરબ્રિજ કામ ઘણા સમયથી ચાલે છે, મીતાણા ચોકડી પાસે ઓવરબ્રિજ કામગીરી ઘીમી ગતિએ ચાલતું હોય અને સર્વિસ રોડ ખરાબ છે, જે કામ તાત્કાલિક પૂરું કરવા અને ૫). અભિનેત્રી કંગના રાણાવત દ્વારા આપવામાં આવેલ નિવેદનને વખોડી કાઢી તેનો સખ્ત વિરોધ કરવા સહિતના ઠરાવો કરવામાં આવ્યા હતા…

error: Content is protected !!