મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના પાટીયા પાસે બે દિવસ પહેલા બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારચાલકને ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્તે કાર ચાલક આરોપી સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હુસેનભાઇ અલાઉદ્દિનભાઇ દેકાવાડિયાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની નેક્શોન કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ શિવશકિત હોટેલની સામે તેમની કાર સાથે એક એક્સેન્ટ કાર નં. GJ 10 BR 2266 ના ચાલકે આકસ્માત સર્જ્યો હતો…
આ અકસ્માતના બનાવમાં ફરિયાદી હુસેનભાઈને જમણા ખંભા ઉપર ફેક્ચર તેમજ છાતીના ભાગે મુંઢ ઇજાઓ પહોંચી હતી જેથી તેમણે અકસ્માત સર્જનાર એક્સેન્ટ કારના ચાલક સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf