વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ એક સિરામિક કારખાનાની અંદર ઓરડીમાં રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ સોમાણી સીરામીક કારખાનાની અંદર રહી મજૂરી કામ કરતા વિવેકકુમાર ગૌવતરની પત્ની નિરજબેન (ઉ.વ. 28)એ કોઈ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસે મૃતક મહિલાના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બનાવની મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!