દરેક મુસ્લિમ તહેવારો દરમ્યાન યુવાનો દ્વારા લંગર(ન્યાઝ)નું આયોજન કરવામાં આવે છે : હાલ ઈદ-એ-મિલાદ નિમિત્તે છેલ્લા 12 દિવસથી અવિરત સેવા ચાલુ…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે છેલ્લા 12 દિવસથી સમાજસેવક અફઝલભાઈ લાખા અને આ વિસ્તારના યુવાનો દ્વારા સાંજના સમયે આમ ન્યાઝ(લંગર)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લંગર સેવા યુવાનો દ્વારા દરેક તહેવારો પર ચલાવવામાં આવે છે જેનો લાભ‌ બહોળી સંખ્યામાં નાગરિકો લે છે…

દર વર્ષની માફક આ વર્ષે પણ આ યુવાનો દ્વારા લંગર સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા 12 દિવસથી આ સેવા અવિરતપણે ચાલુ છે. આ સેવા કાર્યમાં મુંબઈના કેટરર્સ દ્વારા દરરોજ અલગ અલગ પ્રકારની ન્યાઝ બનાવી લોકોમાં વહેંચવામાં આવે છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!