પાંચદ્વારકા ગ્રામ પંચાયત દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી માંગણી કરવામાં આવી…
ચાલું વર્ષ દરમ્યાન વાંકાનેર વિસ્તારમાં પડેલા વરસાદના કારણે મચ્છુ 1 ડેમ સંપૂર્ણ ભરાઇ અને ઓવરફ્લો થયો છે જેમાં પાછોતરા વરસાદના કારણે વાંકાનેર વિસ્તારમાં મોટાભાગના ખરીફ પાકને નુકસાન થયું છે ત્યારે આગામી રવિ સિઝનમાં ખેડૂતોને વહેલી તકે સિંચાઇ માટે મચ્છુ 1 ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી રજૂઆત પાંચદ્વારકા ગામના સરપંચ દ્વારા વાંકાનેર નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીને કરવામાં આવી છે…
આ વર્ષે પાછળથી પડેલા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુક્સાન થયું હોય અને હાલ ખેડૂતોની કફોડી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાબતે તાત્કાલિક કેનાલની સફાઈ કરાવી ખેડૂતોને સિંચાઈ માટે નવેમ્બર મહિનામાં જ પાણી છોડવામાં આવે તેવી બહુમત ખેડૂતોમાં માંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf