વાંકાનેર રેલ્વે યાર્ડ નજીક ગઈકાલ રાત્રીના સમયે એક યુવાન ચાલું ટ્રેનમાંથી કોઇ કારણસર પડી ગયો હતો જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈ કાલ રાત્રીના 10:50 વાગ્યાની આસપાસ વાંકાનેર યાર્ડ નજીક જામનગર-બાંદ્રા હમસફર ટ્રેનમાંથી એક અજાણ્યો પુરુષ જેની ઉંમર 30 વર્ષની આસપાસ હોય તે ચાલું ટ્રેનમાંથી પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું….
બનાવ અનુસંધાને વાંકાનેર રેલ્વે પોલીસ દ્વારા બનાવની મૃત્યુ નોંધ કરી અજાણ્યા પુરૂષની ઓળખ માટે વધુ તપાસ શરૂ કરી હોય જેથી જો કોઈને અજાણ્યા પુરૂષ વિશે માહિતી મળે તો રેલ્વે પોલીસના એ.એસ.આઈ. ઇન્દ્રજીતસિંહ એમ. ઝાલાના મો. 6352135244 પર સંપર્ક કરવો….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso