વાંકાનેર શહેરના વીશીપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા…

0

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 10,460 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને ખાનગી રાહે જુગારની બાતમી મળી હોય જેના આધારે પોલીસે વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ ગોડાઉન પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). ભાવેશભાઇ હસુભાઇ સોલંકી, ૨). અનિલભાઇ કાંતીભાઇ ડાભી,

૩). ગોવિંદભાઇ જેન્તીભાઇ ડાભી, ૪). પૃથ્વીરાજસિંહ મહાવીરસિંહ જેઠવા અને ૫). પ્રદિપસિંહ દિલુભા જાડેજાને રોકડ રકમ રૂ. 10,460 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso