ઓછા ભાવે વેપાર કરી અમારા ગ્રાહક કેમ તોડે છે ? કહિ ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કર્યો, આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ…

વાંકાનેર શહેર નજીક વધાસીયા ટોલનાકાથી આગળના ભાગે ઓફીસ રાખી ટ્રેડિંગનો વેપાર કરતો એક યુવાન ધંધાની હરિફાઈમાં ઓછાં ભાવે વેપાર કરતો હોય જેથી આ બાબતનું સારૂં નહીં લાગતાં અને પોતાના ગ્રાહકો તુટતા હોય જેથી બાબતનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કેતનભભાઇ શાન્તીલાલ ફુલતરીયા (ઉ.વ. ૩૨, રહે. મોરબી)એ આરોપી નવઘણ ભરવાડ (રહે. શકત શનાળા) અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો સહિત કુલ ત્રણ શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી યુવાન ટ્રેડીગનો ધંધો કરતો હોય જેમાં તેઓ ઓછા નફે ધંધો કરતા આરોપીના ગ્રાહકો તુટતા હોય જેથી આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીને વઘાસીયા ટોલનાકા નજીક ગાળો આપી,

આરોપી નવઘણ ભરવાડએ તેના હાથમા રહેલ છરીના મુઢાનો ભાગ ફરિયાદીને મારી સામાન્ય ઇજા કરી તેમજ અન્ય આરોપીઓએ ઠીકાપાટુનો માર માર્યો હતો અને ટ્રાફીક બેરીકેટ વડે વાસા તથા પડખામા મુઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદીની ફોર વ્હીલ કાર રજી નં. GJ 1 KB 6427 માં આગળ-પાછળના કાચમાં પથ્થરના ઘા મારી કાચ તોડી નાખીને નુકશાન કર્યું હતું…

જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ત્રણ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!