મધર્સ ડે નિમિત્તે વાંકાનેર બંધુ સમાજ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે….

0

દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ વાંકાનેર) દ્વારા આગામી રવિવારે મધર ડે નિમિતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ રોગના નિષ્ણાંતો સેવા આપશે, જેથી આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે…

દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ વાંકાનેર ) તથા ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા આગામી તા. 8ને રવિવારના રોજ મધર ડે નિમિતે સવારે 9 થી 12 કલાકે બંધુ સમાજ હોસ્પિટલ, પ્રતાપ રોડ, વાંકાનેર ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડો.હેતલબેન ચૌહાણ M.S.(ENT SURGEON) કાન, નાક, ગળાના સર્જન, ડો.શ્રેણુજ મારવાણીયા M.S.( GENRAL SURGEON ) પેટ, આંતરડા, પિતાશય, પથરી, હરસ, મસા, ભગંદર, કોઈપણ જાતની સારણગાંઠના નિષ્ણાંત,

ડો.કિશન હાલપરા ( હાડકાના સર્જન ) હાડકાના ફેક્ચર, સાંધાના દુખાવા, મણકા, ડોક, જૂનો દુ:ખાવો, ગોઠણ થાપાના નિષ્ણાત, ડો.ગાયત્રી રાઠોડ (પટેલ ) ન્યુરો સાઈકિયાટ્રિસ્ટ માથાનો દુખાવો, આધાસીસી, ચક્કર આવવા, અનિંદ્રા, ઉદાસી, હતાશા, ગભરામણ વગેરેના નિષ્ણાંત,

ડો.પ્રિયંકા વાગડીયા (હોમિયોપેથિક) તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, મેલેરિયા, એલર્જી, માથાનો દુખાવો, ચામડીના રોગ વગેરેના નિષ્ણાત સેવા આપશે. આ કેમ્પ વિશે વધુ માહિતી મો.9227433282 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7