સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ સાંજે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળું કાપીને હત્યા કરનાર ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ આજે ફાંસીની સજા સંભળાવી છે. જજે દોષિત ફેનિલ ગોયાણીને સજા સંભળાવતાં પહેલાં મનુસ્મૃતિનો શ્લોક બોલ્યા હતા. શ્લોક સંભળાવ્યા બાદ જજ વિમલ વ્યાસે ફેનિલને સજા સંભળાવી હતી….

અગાઉની સુનાવણીઓમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કરીને સજા માટેનો ચુકાદો મુલતવી રાખ્યો હતો. જે મામલે અગાઉ દોષિત ફેનિલને કોર્ટ સમક્ષ હાજર રખાયા હતા પરંતુ સરકારી વકીલ હાજર ન રહેતા 5 મેના રોજ સજા અંગે સુનાવણી હાથ ધરવાનું નક્કી કરાયું હતું. અગાઉની તારીખે આરોપીના વકીલ ઝમીર શેખ તરફથી ફાંસીની સજા ન સંભળાવવામાં આવે તે માટે જિલ્લા કોર્ટમાં લેખિત દલીલ રજૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો….

….અને ગ્રીષ્માની હત્યા કરી નાંખી, જાણો સમગ્ર મામલો…

કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કામરેજના ખોલવડની લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા વેકરિયા અમરોલીની જે. જે. શાહ કૉલેજમાં બી. કૉમ.માં અભ્યાસ કરી હતી. જેને ગારિયાધારની મોટી વાવડી ગામના વતની અને સુરતના કાપોદ્રાની સાગર સોસાયટીમાં રહેતો ફેનિલ પંકજ ગોયાણી નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી વારંવાર પજવતો હતો. જેમાં યુવતીના પરિવાર દ્વારા ફેનિલના પરિવારને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હતી…

યુવતીના મામા અને યુવતીના પિતાના મિત્રે ફેનિલને સમજાવ્યો પણ હતો અને આરોપી ફેનિલે પણ યુવતીની સતામણી બંધ કરી દેવાની ખાતરી આપી હતી. ફરિયાદ અનુસાર વૅલેન્ટાઇન-ડેના બે દિવસ પહેલાં શનિવારે સાંજે ફેનિલ સોસાયટીના ગેટ પાસે દેખાતાં યુવતીએ તેમના પિતાના મોટા ભાઈ સુભાષ વેકરિયાને જાણ કરી હતી. સમજાવવા ગયેલા સુભાષભાઈને ઉશ્કેરાયેલા ફેનિલે છરી વડે હુમલો કરી પેટમાં ચપ્પુ મારી દીધું હતું. જેમાં યુવતીના 17 વર્ષીય ભાઈ અને ફરિયાદી ધ્રુવ વચ્ચે પડતાં તેમના પર પણ હુમલો કર્યો હતો…

ફરિયાદ પ્રમાણે, ભાઈ અને મોટા બાપાને છોડાવવા વચ્ચે પડેલ યુવતી ગ્રીષ્માના ગળે ફેનિલે ચપ્પુ ફેરવી દીધું હતું. ફરિયાદી અને તેમના પરિવારજનોએ યુવતીને છોડી દેવા ઘણી આજીજી કરી, પરંતુ ફેનિલે પરિવારજનોની સામે જ ચપ્પુ ચલાવીને યુવતીનું ગળું રહેંસી નાખ્યું હતું….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!