પહેલા મહિલા પાસેથી સમાનની ખરીદી કરી બાદમાં રોમિયોગીરી કરી મહિલા પર એસિડ એટેકની ધમકી આપી, મહિલાના પતિ અને નણંદ સાથે પણ ગાલી-ગલોચ કરી….

વાંકાનેર શહેર ખાતે ઓનલાઈન ચણીયા ચોલી અને ડ્રેસ મટિરિયલનો વ્યાપાર કરતી એક પરિણીત મહિલા સાથે રોમિયોએ ચણીયા ચોલી ખરીદવા ઓર્ડર આપી બાદમાં તમે મને ગમો છો કહી પજવણી કરવાનું શરૂ કરતાં મહિલાએ પોતે પરણિત હોવાનું જણાવતા ઇશ્કબાજે મહિલાના પતિ અને નણંદના મોબાઈલ નંબર મેળવી લઈ ગાલી ગલોચ શરૂ કરી પરિણીતા અને તેમના નણંદ ઉપર એસિડ ફેંકી ચહેરો બગાડી નાખવા ધમકી આપતા આરોપી સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા મેઘનાબેન હિતેશભાઈ ભટ્ટ પોતે ઘરકામ કરવાની સાથે ફેસબુક ઉપર ઓનલાઈન ચણીયા ચોલી તેમજ ડ્રેસ મટીરીયલ વેંચાણ કરતા હોય જેમાં તેમના આઈડી ઉપર જાવીદ કુરેશી નામના શખ્સે પોતે અમદાવાદ ડ્રેસ મટિરિયલનો ધંધો કરતો હોવાની ઓળખ આપી ચણીયા ચોલીનો ઓર્ડર આપ્યો હતો અને ગૂગલ-પે થી રૂ. 1,300 ચૂકવી પોતાની રાજકોટ રહેતી ગર્લફ્રેન્ડને ડ્રેસ પહોંચાડી દેવા ઓર્ડર આપ્યો હતો….

બાદમાં આ જાવીદ કુરેશી નામનો શખ્સ અવાર નવાર ઓર્ડર આપી પોતાના મોબાઈલ નંબરથી મેઘનાબેન સાથે વાતચીત કરી વોટ્સએપમાં થેન્કયુનો મેસેજ કરી, તમે મને ગમો છો કહેતા મેઘનાબેને પોતે પરણિત હોવાનું જણાવતા જાવીદ ઉશ્કેરાઈ ગયો હતો અને ફોનમાં ગાલી ગલોચ કરી અભદ્ર વ્યવહાર કરતા મેઘનાબેને તેને બ્લોક કરી નાખ્યો હતો…

બાદમાં આ બનાવ અંગે મેઘનાબેને તેમના પતિને વાત કરતા પતિ હિતેશભાઈ ભટ્ટે પોતાના મોબાઈલથી જાવીદ સાથે વાત કરતા તેમને પણ આરોપીએ ગાળો આપી ધમકી આપતા જણાવ્યું હતું કે, તે વાંકાનેર આવી તેમના પત્ની અને બહેન ઉપર એસિડ ફેંકી ચહેરો બગાડી નાખશે…

મહિલા સાથે રોમિયોગીરી કરનાર જાવીદ કુરેશીની ધમકીને પગલે ડરી ગયેલા મેઘનાબેને પોતાના ઘેર ગળેફાંસો ખાવા કોશિશ કરતા તેમની પુત્રી જોઈ ગઈ હતી અને અન્ય લોકોને બોલાવી મેઘનાબેનને બચાવી લીધા બાદ ગઈકાલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ઇશ્કબાજ જાવીદ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેથી આ ગંભીર બનાવ મામલે વાંકાનેર સિટી પોલીસે મેઘનાબેનની ફરિયાદને આધારે જાવીદ કુરેશી નામના શખ્સ વિરુદ્ધ આઈપીસી કલમ- ૫૦૭,૫૦૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!