વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ રૂ. 39,850 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં પ્રોહી-જુગારની બદી દૂર કરવાની સૂચના અન્વયે વાંકાનેર સીટી પોલીસ ટીમ કાર્યરત હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક તાલુકાના રાજાવડલા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં હારજીતનો જુગાર રમતા આરોપીઓ ફિરોઝભાઈ અબ્દુલભાઈ દલ,

જાહિદભાઈ અસાદભાઈ વિસર, પ્રદીપભાઈ અશોકભાઈ સારદીયા, જયેશભાઈ મનસુખભાઈ અબસણીયા તથા ધર્મેન્દ્રસિંહ જુવાનસિંહ ઝાલાને રોકડ રકમ રૂ.39,850 તથા અન્ય રૂ. 14,000 ની કિંમતના મુદ્દામાલ સહિત કુલ રૂ. 53,850ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!