ખેડૂતોને છેલ્લા ૩૦-૪૦ દિવસથી પુરતો વિજ પાવર નથી અપાતો, તંત્ર દ્વારા ખેડૂતોને ઉડાઉ જવાબો આપતાં રોષે ભરાયેલા ખેડૂતો મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી….
ટંકારા તાલુકાના ટોળ ગામના ખેડૂતોને છેલ્લા ૩૦-૪૦ દિવસથી સમયસર પુરતી આઠ કલાક વિજળી ન અપાતી હોય અને બાબતે ખેડૂતો પુછપરછ કરે તો વિજ તંત્રના અધિકારીઓ ઉડાઉ જવાબો આપી હેરાન કરતા હોય જેથી કંટાળી આખરે આજે ટોળ ગામના ખેડૂતોએ મામલતદારને બાબતે આવેદનપત્ર પાઠવી આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા રજૂઆત સાથે માંગ કરી હતી….
બાબતે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે, ટોળ ગામમાં કોઠારીયા ફીડર, બિલેશ્વર ફીડર તથા ટોળ ફીડરમાંથી આવતી વિજ લાઈટ છેલ્લા 30-40 દિવસથી ક્યારેય પણ આઠ કલાક સમયસર એકધારી મળેલ નથી તથા લાઈટ અંગે ઓફિસે ફોન કરી ખેડૂતો રજુઆત કરે તો જવાબદારો ફોન ઉપાડતા નથી અને ક્યારેક ભૂલમાં ઉપાડે તો ઉડાઉ જવાબ આપી ખેડૂતોને હેરાનપરેશાન કરી રહ્યા છે. આ સાથે જ લોડ સેટિંગ્સ, ફોલ્ટ, રિપેરીંગ અને સ્ટાફની અછત હોવાના લાપરવાહી ભર્યા જવાબો આપી એનકેન પ્રકારે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે….
સાથે એક દિવસમાં આઠ કલાક આપવામાં આવતી લાઈટના સમય દરમ્યાન ચારથી પાંચ વખત લાઈટ ફોલ્ટમાં જતી હોય જેથી ખેડૂતોને આઠ કલાક લાઈટનો ઉપયોગ કરવામાં ૧૫-૧૮ કલાકનો સમય વેડફવો પડે છે. જેથી છેલ્લા ૩૦-૪૦ દિવસથી હેરાનપરેશાન થઇ ગયેલા ટોળ ગામના ખેડૂતોએ બાબતથી કંટાળી આજે ટંકારા મામલતદારશ્રીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા માંગ કરી હતી…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI