જીતુભાઈ સોમાણીએ બોલાવેલ મહાસંમેલનમાં હાજરી આપવા આવેલ મોરબીના વૃઘ્ધનું મામાદેવના મંદિર નજીક મહાકાય પીપળાના વૃક્ષ નીચે દબાઇ જવાથી મોત….

ગતરાત્રીના વાંકાનેર વિસ્તારમાં વરસાદ સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં ઘણી જગ્યાએ નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે, જેમાં વાંકાનેર શહેરથી રાતીદેવરી ગામ તરફ જતા રોડ પર ગત રાત્રીના ૯:૩૦ કલાકની આસપાસ આવેલ મીની વાવાઝોડામાં મામા દેવના મંદિર પાસે એક મહાકાય પીપળાનું વૃક્ષ રોડ પર ધરાશયી થયું હતું, જેમાં ત્યાંથી પસાર થતા મોરબીના એક વૃદ્ધ પર આ વૃક્ષ પડતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામ પાસે ગઇકાલના રોજ રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા એક મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું, જેમાં મોરબીથી હાજરી આપવા માટે આવેલ જગદીશભાઈ ડાયાભાઈ કોટક (ઉ.વ. ૬૫, રહે. શિવા પેલેસ, સનાળા રોડ, મોરબી) નામના વૃદ્ધ પર મામા દેવના મંદિર પાસે આવેલ એક મહાકાય પીપળાનું વૃક્ષ પડતા તેઓ વૃક્ષ નીચે દબાઈ ગયા હતા,

જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલું સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ મહાકાય વૃક્ષ ધરાશયી થતા રસ્તો બંધ થઈ ગયો હતો જેથી બનાવની જાણ થતાં તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી વૃક્ષને રોડ પરથી હટાવી રસ્તો પુનઃ શરૂ કર્યો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

 

error: Content is protected !!