મોરબીના ત્રણ યુવાનો મોરબી રાજકોટ હાઇવે નજીક લજાઈ ગામે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા. જ્યાં મંદિરની પાછળ તરફ આવેલા ડેમી-2માં ન્હાવા પડતા ત્રણેય યુવાનો ડૂબી જતા મોત નિપજ્યા હતા. વધુમાં આ ગોજારી દુર્ઘટનાની જાણ ગ્રામજનોને થતા મોરબી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તુરત જ ફાયર ટિમ ઘટનાસ્થળે દોડી ગયા હતી અને ભારે જહેમત ઉઠાવી ત્રણેય યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતા…

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આજની આ ઘટનામાં મોરબીના 1. દિપક દિનેશભાઇ હડિયાલ (ઉ.વ.19, રહે.છાત્રાલય રોડ, ક્રિષ્નાપાર્ક સોસાયટી, મોરબી) 2. રિશીભાઈ ભાવેશભાઈ દોશી (ઉ.વ.17, રહે. સત્યમ પણ વળી શેરી, પુનિત નગર- 3, શનાળા રોડ, મોરબી) અને 3. સ્વયં જેઠાભાઇ ભાનુશાળી (ઉ.વ. 17, રહે.કન્યા છાત્રાલય રોડ, હનુંમાનજી મંદિર પાસે, મોરબી)નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું…

(ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા)

error: Content is protected !!