વાંકાનેર તાલુકાના વરડુસર ગામે બે પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે રહેતા માનસિંગભાઈ દિનેશભાઈ સેતાણીયા (ઉ.વ. 25) અને ભીમગુડા ગામના શિલ્પાબેન મનસુખભાઇ સારલા (ઉ.વ. 22) એ ગઈકાલના રોજ વરડુસર ગામ નજીક સીમ વિસ્તારમાં વૃક્ષ નીચે સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….
બનાવ અનુસંધાને પોલીસની પ્રાથમિક તપાસ પરથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક યુવાન અને યુવતી ગત તા. 12/07/21 થી ગુમ થયા હતા જેથી તેને શોધવા પોલીસ કરી રહી હતી જે દરમિયાન ગઇકાલે બંનેના મૃતદેહ આપઘાત કરેલ હાલતમાં મળી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન પરિણીત હોય અને તેને એક સંતાન પણ હોય જેથી બંને યુવક-યુવતીના પ્રેમને સમાજ નહીં સ્વીકારે તેવા ડરથી બંનેએ સજોડે આપઘાત કરી લીધો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN