વાંકાનેર વિસ્તારમાં આવેલ ઇન્ડઝ કંપનીના મોબાઈલ ટાવરમાંથી 48 સેલની ત્રણ શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જેથી આ બનાવ મામલે કર્મચારીની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલપર ગામે રહેતા અશોકભાઇ પાલજીભાઇ રાઠોડ તથા સાહેદનીની દેખરેખ હેઠળ વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે આવેલ ઇન્ડઝ કંપનીના ટાવર આઇ.ડી. નં. 1281863 માંથી અમરારાજા કંપનીના બેટરી બેકઅપના સેલ નંગ-24 જે એક સેલની કિં.રૂ.1,000/- લેખે કૂલ સેલ નંગ-24 ની કુલ કિં.રૂ. 24,000/- છે.
આ ઉપરાંત કોટડા નાયાણી ટાવર આઇ.ડી. નં. 1279414 વાળા ટાવરમાંથી અમરારાજા કંપનીના બેટરી બેકઅપના સેલ નંગ-24 જે એક સેલની કિં.રૂ. 1,000/- લેખે બંને ટાવર માંથી કુલ 48 સેલ જેની કિંમત રૂ. 48,000 ની ચોરી આરોપી પ્રકાશ ખીમસુરીયા, કિરણ મકવાણા અને લાલજી ઉર્ફે અમીત ચૌહાણએ કરી હતી…
જેથી આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7