વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતી એક પરિણીતા પોતાના ઘરેથી વાંકાનેર પાલીકા કચેરી ખાતે દાખલો કઢાવવા જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા આ બાબતે પરિણીતાના પિતાએ દીકરી ગુમ થઈ હોવાની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા દેવરાજભાઈ બધાભાઈ કુંઢીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૬/૪/૨૦૨૨ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં ફરિયાદીની દીકરી સંગીતા ઉર્ફે રાધા નિતેશભાઇ દેલવાણીયા (ઉ.વ. ૨૮) તેઓના ઘરેથી પોતાની દીકરી પૂજાના જન્મના દાખલામાં સુધારો કરાવવા માટે વાંકાનેર નગરપાલિકા કચેરીએ જવા માટે નીકળી હોય, ત્યારબાદ તે ઘરે પરત ન ફરતાં તેની શોધખોળ કરી હતી જેમાં તેની ભાળ ન મળતાં પિતાએ દિકરી સંગીતાબેન ગુમ થયા હોવાની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7