વાંકાનેર શહેર ખાતેથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એક બાઈકની ચોરી કરવામાં આવી હતી જે બનાવમાં ગણતરીની કલાકોમાં જ વાંકાનેર સીટી પોલીસ દ્વારા બાઈક ચોરી કરનાર ઇસમને ચોરીના બાઈક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડાની સુચનાથી વાંકાનેર સીટી પોલીસ ટીમ ધમલપર ફાટક નજીક વાહન ચેકિંગમાં હોય દરમિયાન ત્યાંથી એક શંકાસ્પદ મોટર સાયકલ સવાર પસાર થતા પોલીસે પોકેટ કોપ એપની મદદથી ચેક કરતા આ બાઈક વાંકાનેર સીટી વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું, જેથી પોલીસે આરોપી સોહિલખાન ઉર્ફે કારો કેશરખાન આફ્રેદી (રહે. મિલપ્લોટ, વાંકાનેર)ને ઝડપી પાડી ચોરી થયેલ મોટરસાયકલ નં. GJ 36 Q 2233 રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ એન. એ. વસાવાના માર્ગદર્શન હેઠળ હીરાભાઈ મઠિયા, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી અને કૃષ્ણરાજસિંહ ઝાલા સહિતની ટીમ જોડાઈ હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!