વાંકાનેર : મચ્છુ નદીના પુલ પરથી પસાર થતા વૃદ્ધનું બાઇક ફંગોળાઇ ફુટપાથ સાથે અથડાતા મોત…

0

વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીના પુલ પરથી પોતાનું બાઇક લઇને પસાર થતા એક વૃદ્ધનું બાઈક કાબુ ગુમાવી ફૂટપાથ સાથે અથડાઇ ફંગોળાઈ જતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ખાતે રહેતા નાથાભાઇ રાણભાઇ ગેડીયા (ઉ.વ. ૭૨) પોતાનું મોટર સાઈકલ નં. GJ 03 EE 2513 લઈને મચ્છુ નદીના પુલ પરથી પસાર થઈ રહ્યા હોય દરમ્યાન અમરસિંહજી હાઈસ્કુલ સામે પુલ પર પહોંચતા વૃદ્ધે કોઈ કારણસર પોતાના બાઇક પરથી કાબુ ગુમાવતા બાઈક ફુટપાથ પર ચડી ફંગોળાઈ જતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7