ટ્રેક્ટર અને ટ્રોલી ઘર પાસે રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યો, ફરિયાદ દાખલ….

વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે પાડોશી ઘર પાસે ટ્રેકટર અને ટ્રોલી પાર્ક કરતાં હોય જેને ત્યાં પાર્ક ન કરી અને ઘરથી દૂર રાખવાનું કહેતા ઉશ્કેરાયેલ ત્રણ શખ્સોએ માતા-પિતા અને પુત્ર ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે આવેલ નવા બ્લોકમાં રહેતા ફારૂકઅલી અયુબભાઇ બાદીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ઘર પાસે આરોપી હામીદભાઈ માહમદભાઈ બાદીએ ટ્રેકટર અને ટ્રોલી પાર્ક કરતા હોય જેથી આ બાબતે ફરિયાદીના માતા અમીનાબેને આરોપીને ટ્રેક્ટર-ટ્રોલી રાખવાની ના પાડતા આરોપી હામીદભાઈ માહમદભાઈ બાદી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અમીનાબેનને હાથમાં તેમજ પગમાં લોખંડનો પાઇપ વડે માર મારવા લાગ્યા હતા….

જેથી બનાવને પગલે દેકારો થતા અમીનાબેનના પતિ અયુબભાઇ તેમજ ફરિયાદી પુત્ર ફારૂકઅલી વચ્ચે છોડાવવા માટે પડતા આરોપી હામીદભાઇ માહમદભાઇ બાદી, આતીફભાઇ માહમદભાઇ બાદી અને ઇરફાનભાઇ અબ્દુલભાઇ બાદી (રહે. બધા નવા બ્લોક, મહિક)એ લોખંડના પાઇપ વડે માતા-પિતા અને પુત્રને આડેધડ માર મારી, જાનથી મારી નાખવા ધમકી આપી હતી…

બનાવને પગલે ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરિયાદી ફારૂકઅલીની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી હામીદભાઇ માહમદભાઇ બાદી, આતીફભાઇ માહમદભાઇ બાદી અને ઇરફાનભાઇ અબ્દુલભાઇ બાદી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!