વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીએથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની તપાસ શરૂ કરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ વાડીએથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા મૃતક યુવાન સુરજકુમાર વિષ્ણુભાઈ યાદવ (ઉ.વ. ૨૫ રહે- બાદી માહમદભાઈની વાડીએ, તીથવા-ભંગેસ્વર રોડ, તિથવા) હોવાનું બહાર આવ્યું હતું,

હાલ યુવાનના મોતનું કારણ જાણી શકાયું નથી પરંતુ મૃતકને કોઈ અગમ્ય કારણોસર મોઢે ફીણ આવી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેથી પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ પી. ડી. જાડેજા ચલાવી રહ્યાં છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!