સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી શરૂ થતી પરીક્ષાઓ વરસાદના કારણે રદ કરાઇ…..

0

મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં આજે લેવાનાર પરીક્ષા રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી B.com, B.B.A., B.A. sem- 2ની પરીક્ષાનું આજનું પેપર રદ કરવામાં આવ્યું છે. જ્યારે આગામી જાહેર થયેલ પરિક્ષાનો કાર્યક્રમ રદ કરી આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે….

બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયાયકે જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્યો તથા અનુસ્નાત ભવનનાં અધ્યક્ષોને જણાવવાનું કે, તારીખ 5 જુલાઈના રોજથી શરૂ થયેલ પરીક્ષાના દરમ્યાન આજરોજ તારીખ 12 જુલાઈના રોજની પરીક્ષા અતિભારે વરસાદને કારણે રદ્દ કરવામા આવે છે જેની નવી તારીખ હવે પછી જાહેર કરવમાં આવશે.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI