વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતેથી વાંકાનેર સિટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂ. 21,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામની ગ્રામ પંચાયત કચેરી બાજુમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા તકદીરભાઈ હુશેનભાઈ બ્લોચ, શેખરભાઇ સલીમભાઇ શાહમદાર,
રફીકભાઈ મુરાદભાઈ બ્લોચ, એજાજભાઇ જાવિદભાઇ સોહરવદી, રસુલભાઇ હાજીભાઇ શાહમદાર, રમજુભાઈ હાજીભાઈ શાહમદાર, સિકંદરભાઈ મુરાદભાઈ બ્લોચ અને હનીફભાઈ ઉસ્માનભાઈ બ્લોચને રૂ. 21,800/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…..
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ એન. એ. વસાવા, એ.એસ.આઈ હીરાભાઈ મઠીયા, હેડ કો. પ્રદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કો. દીવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, શકિતસિંહ જાડેજા, અજીતભાઈ સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI