વાંકાનેરના મહિકા ગામ નજીકથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ રૂ. 15,600 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે મહિકા ગામના ઢાળ પાસે સર્વિસ સ્ટેશન નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અકીલભાઈ માહમદભાઈ ચૌહાણ, એસાન અલીમામદ જુણેજા, રફીક વલીમામદ બાદી, અયાઝ ઉસ્માન માથકીયા અને ઇન્જામુલ હુશેન માથકીયા (રહે. બધા મહિકા)ને ઝડપી લીધા હતા…

પોલીસે આ દરોડા દરમિયાન સ્થળ પર આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ 15,600 અને છ મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 24,000 સહિત કુલ રૂ. 39,600 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઈ બી. ડી. પરમાર, ધર્મેન્દ્રસીંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ચમનભાઇ ચાવડા, મુકેશભાઇ જીલરીયા, સંજયસિહ જાડેજા અને અજયસીંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાપ જોડાયો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI