શ્રીલંકા 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા બાદથી અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોતાબાયાના ભાગી ગયા બાદ ફાટી નીકળેલા રમખાણોને જોતા વડાપ્રધાન કાર્યાલયે ફરી એકવાર દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે. બુધવારે, જ્યારે શ્રીલંકામાં જનતાને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેના દેશ છોડીને માલદીવ ભાગી જવાના સમાચાર મળ્યા, તે પછી સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે…

રાષ્ટ્રપતિ ગોતાબાયા દેશ છોડી ભાગી ગયા બાદ હાલ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. તેઓ પહેલા જ સર્વપક્ષીય સરકાર રચાય તો રાજીનામું આપવાની ઓફર કરી ચૂક્યા છે. ગોતાબાયાએ વચન આપ્યું હતું કે, તેઓ 13 જુલાઈના રોજ રાજીનામું આપી દેશે, પરંતુ ધરપકડના વધતા ડરને જોતા તેઓ રાજીનામું આપતા પહેલા જ દેશ છોડીને ભાગી ગયા હતા. આ પછી, ગુસ્સે થયેલા દેખાવકારો ગોતાબાયા વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે…

દેખાવકારોને કાબૂમાં લેવા માટે ટીયરગેસ છોડવામાં આવી રહ્યા છે અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ દેખાવકારો પર તેની કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. પહેલા મે મહિનામાં, શ્રીલંકામાં આર્થિક સંકટ અને સરકારના વિરોધને ધ્યાનમાં રાખીને, બે અઠવાડિયા પહેલા કટોકટી લાગુ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં સ્થિતિ સુધરતી જોઈને 21 મેના રોજ ઈમરજન્સી હટાવી લેવામાં આવી હતી…

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. મળતી માહિતી મુજબ તે બુધવારે વહેલી સવારે પોતાના દેશથી માલદીવ જવા રવાના થયા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગોતાબાયા રાજપક્ષે 13 જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપવાના હતા. દરમિયાન, હવે તેઓ દેશમાંથી ભાગી ગયા છે…

રાષ્ટ્રપતિ તરીકે રાજપક્ષેને ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, તેઓ કસ્ટડીમાં લેવામાં આવે તેવી શક્યતાને ટાળવા માટે પદ છોડતા પહેલા વિદેશ ગયા હતા. હકીકતમાં, ગોતાબાયા રાજપક્ષેએ બુધવારે રાજીનામું આપવા અને “શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણ” માટે વચન આપ્યું હતું. પરંતુ તે પહેલા તે દેશ છોડીને ભાગી ગયા હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

 

error: Content is protected !!