એક્ટ ઓફ ગોડ નહીં, પરંતુ એક્ટ ઓફ ફ્રોડ બનાવોની તપાસના પરિણામ શૂન્ય : તક્ષશિલાકાંડમાં 14માંથી 13 આરોપી છૂટી ગયા…

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે. આટલી મોટી ગંભીર ઘટનામાં સરકાર ફરી એકવાર સંવેદનશીલતા, સહાય, તપાસ સમિતિ, કસુરવારોને નહીં છોડાય એવું રટણ કરી રહી છે. ચૂંટણી માથા પર છે એટલે હાલ વધુ ગંભીરતા દાખવવામાં આવી રહી છે પરંતુ સમય જતા અન્ય ઘટનાઓની જેમ આ ઘટના પણ કાગળોમાં રહી જશે. સાચા કસૂરવારો હાથમાં નહીં આવે. સુરતના તક્ષશિલાથી લઇને બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડ સહિતની ઘટનાઓમાં સરકારે આ જ રટણ કર્યું, સમિતિ બનાવી પણ મોટાં માથાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે….

અત્યાર સુધીની ઘટનાઓમાં સરકારે સમિતિઓ અને તપાસપંચ નીમ્યા છે. અનેકનાં વર્ષો સુધી રિપોર્ટ નથી આવ્યા જ્યારે જે સમિતિએ રિપોર્ટ સુપરત કર્યા છે, તેમાં સૂચવાયેલાં પગલાં લેવાની દરકાર સરકાર લેતી નથી. પરિણામે આવા રિપોર્ટ સચિવાલયમાં ફાઇલોના પોટલામાં કેદ થઈ જાય છે. રાજ્યની છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં બનેલી ઘટનાઓમાં હાલ શું સ્થિતિ છે તે જોઇએ…

૧). અમદાવાદ શ્રેય અને રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ…

ઓગસ્ટ 2020માં અમદાવાદની કોવિડ ડેડીકેટેડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોનાં મોત થયાં હતાં. નવેમ્બરમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગતા 6 દર્દીનાં મોત થયાં હતાં. જેમાં સરકારે હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ડી.એ.મહેતાની અધ્યક્ષતામાં તપાસ પંચ નીમ્યુ હતું. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત સહિતના આરોપી જામીન પર મુક્ત છે….

૨). સુરત તક્ષશિલા અગ્નિકાંડ…

મે 2019માં સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 વિદ્યાર્થીના મોત થયા હતા. સરકારે કોઈને છોડાશે નહીં એવી ખાતરી આપી હતી. જે બનાવમાં ધરપકડ કરાયેલા 14 પૈકી 13 આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. માત્ર કોચિંગ ક્લાસ સંચાલક જેલમાં છે. સસ્પેન્ડેડ 6 અધિકારી- કર્મચારી નોકરી પર પરત ફર્યા છે…

). બોટાદ- બરવાળા લઠ્ઠાકાંડ…

બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલયુક્ત દારૂ પીવાથી 55ના મોત થયા હતા. પોલીસે કંપનીના ડાયરેક્ટરોના નામ એફઆઇઆરમાં દાખલ કર્યા ન હતા. જેમાં કેમિકલ કંપનીના મુખ્ય સંચાલક સમીર પટેલ સહિતના ડાયરેક્ટરો સામે કોઇ પગલાં નહીં. સાઇડ પોસ્ટિંગ પરના IPSને તાજેતરમાં રેગ્યુલર પોસ્ટિંગ આપી દેવાયું છે….

કોઇપણ ઘટના બને ત્યારે જનઆક્રોશને ધ્યાને લઇને સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કમિટી કે પંચની રચના કરી દેવામાં આવે છે. તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીના નિવેદનો કરવામાં આવે છે. પરંતુ સમિતિ કે પંચ દ્વારા થતી તપાસ એટલી ધીમી હોય છે કે જ્યારે તેનો રિપોર્ટ આવે ત્યારે મામલો ઠંડો પડી જતો હોય છે. જેથી સરકાર રિપોર્ટના આધારે કોઇ પગલાં લેતી નથી…

 

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!