વાંકાનેર તાલુકાની શ્રી કાનપર પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માની શાંતિ માટે શાળા ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીકા સી.આર.સી. કો-ઓર્ડીનેટર મેહુલભાઈ હરિયાણી, સરપંચશ્રી, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી, શાળાના શિક્ષક ગણ, ગ્રામ પંચાયતના સદસ્યો, એસ.એમ.સી.ના સભ્યો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…

આ તકે શાળા ખાતે પ્રથમ દીપ પ્રાગટ્ય કરી દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી જે બાદ બાળકોને તથા વાલીઓને આકસ્મિક ઘટનાઓમાં ત્વરિત નિર્ણય શક્તિ કેળવાય તેવી વાત શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી હતી. કોઈપણ કુદરતી કે માનવસર્જિત આફતમાં મનુષ્યએ લોકોની સેવા કરવી જોઈએ જે વાતની સમગ્ર લોકો સમક્ષ સમજ આપવામાં આવી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!