ટંકારા તાલુકાના ટોળ ગામે હાલ ખાનગી કંપની દ્વારા પવન ચક્કી ઉભી થઈ રહી હોય જે ચાર લોકેશન પ્રમાણે કામ કરી રહી છે, ત્યારે ટંકારા તાલુકાના માલધારી સમાજ દ્વારા પવનચક્કી ગોચરની જમીનમાં ઉભી કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સાથે જ આ પવનચક્કીનું કામ બંધ થાય એ માટે જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવશે અને હાલ ટોળ ગામે લગભગ ૮૦થી ૯૦ પરિવાર માલઢોર રાખી પોતાનું જીવન ગુજરાન કરી રહ્યા છે ત્યારે આ ગૌચરની જગ્યામાં પવનચક્કી ઉભી થવાથી માલધારીઓને ચરામણનો પ્રશ્ન ઊભો થશે અને ગામ છોડી જવાની નોબત આવશે જ્યાં સુધી આ પવનચક્કી ગોચરની જમીનમાં નહીં પણ સરકારી ખરાબામાં છે ત્યાં સુધી આ પવનચક્કી નું કામ લોકો નહીં કરવા દે એવું જણાવી રહ્યા છે અને જરૂર પડી એ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે…