સમગ્ર દેશમાં ભાઈચારા અને ઈસ્લામીક સુફી વિચારધારાનો પ્રસાર અને પ્રચારનુ કામ કરતી મુસ્લિમ ધર્મગુરુઓની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ઓલ ઈન્ડીયા ઉલમા એન્ડ મશાયખ બોર્ડ (AIUMB) પ્રમુખ જનાબ મોહંમદ અશરફ કિચ્છોછવી સાહેબની સુચનાથી AIUMB ગુજરાતના પ્રમુખ જનાબ નસીરુદિન ચિસ્તી સાહેબ (શાહીબાગ, અમદાવાદ)દ્વારા વાંકાનેરની યુવા એડવોકેટ સૈયદ શકીલએહમદ પીરઝાદાની ઓલ ઈન્ડીયા ઉલમા એન્ડ મશાયખ બોર્ડ (AIUMB) ગુજરાત રાજ્યના જનરલ સેક્રેટરી તરીકે નિમણુક કરવામાં આવી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં ઓલ ઈન્ડીયા ઉલમા એન્ડ મશાયખ બોર્ડ (AIUMB) દ્વારા ન્યુ દિલ્લી
ખાતે ઈન્ટરનેશનલ સુફી કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અંતરાષ્ટ્રીય ખ્યાતનામ મુસ્લિમ વિદ્વાન જનાબ ડો.તાહીલ કાદરી સાહેબ સહીતના આલીમો અને મશાયખોએ ભાગ લીધો હતો. જે સુફી કોન્ફરન્સમાં વડાપ્રધાન શ્રી
મોદી સાહેબ પણ ઉપસ્થિત રહ્યાં હતા...
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી વાંકાનેર એપીએમસી ચેરમેન શકીલ પીરઝાદાને નિમણૂક બદલ ખુબ ખુબ અભિનંદન…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I