ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા
ટંકારાના કોઈ ગામડા ચોરીની શંકાએ યુવાનને માર મારતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની બનાવ સામે આવ્યો છે જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ રાજકોટના ગૌરીદડ ગામની સીમમાં પોપટભાઈ પટેલની વાડીમાં રહેતા અને મૂળ-આમણકુવા અલીરાજપુરના રહેવાસી ધનુબેન રામલાભાઈ કટારાના પતિ મરણજનાર રામલા કાળુભાઈ કટારા (ઉ.૪૫) નાની મોટી ચોરીઓ કરતો હોય તેમજ દારૂ પી ઝધડા કરતો જેથી કોઈ ત્રણથી ચાર અજાણ્યા માણસોએ છ-સાત દિવસ પહેલા ચોરી કરેલ હોવાની શંકાએ અથવા બેએક દિવસ પહેલા ઝધડો કરી મરણજનારના શરીર ઉપર લાકડી વતી અલગ અલગ જગ્યાએ માર મારી ઈજા કરી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે તો ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…